નકારાત્મકતા એ આપણો સૌથી મોટો શત્રુ છે. વ્યક્તિ દિવસેને દિવસે શોર્ટ ટેમ્પર બનતો જાય છે. અને ધીમે ધીમે સહનશક્તિ ગુમાવતો જાય છે. ખૂબ જ અઘરું થઈ જાય છે એમની એટલે કે આવી વ્યક્તિઓ સાથે વાત કરવી, એ જ વાતચીતને દલીલબાજીમાં ફેરવી નાખે છે. અને અંતે તેમની સાથે કરેલ વાતમાં આપણે હથિયાર મૂકી દેવા પડે છે. કારણ કે આવી વ્યક્તિઓ ની વાતો ધડ-માથા વગરની હોય છે.મતલબ તેમની વાતનો કોઈ છેડો હોતો નથી. આપણી વાત સામે તેમનો જવાબ ક્યાંનો ક્યાં હોય છે. તેમને હંમેશા તેઓ જ સાચા લાગે છે. હું છું તો જ આ બધું શક્ય છે. તેઓ આવા ભ્રમમાં રાચતા હોય છે મિત્રો આ વાત આપણી આસપાસના સર્કલમાં રહેતા વ્યક્તિઓની જ છે. તેઓ શારીરિક રીતે તો સ્વસ્થ દેખાય છે પરંતુ આવી વ્યક્તિઓ ક્યાંકને ક્યાંક માનસિક તકલીફમાં હોય છે. જરૂર છે તેમને સહાનુભૂતિની અને જરૂર છે એક સાચા મિત્રની. જે તેમની સામે કોઇ જ દલીલ ના કરે અને તેમની બધી જ ચર્ચા, બધી જ દલીલો અને બધા જ પ્રશ્નો ને સંતોષે. એટલે કે એક યોગ્ય પુસ્તકનું વાંચન એ સારામાં સારો વિકલ્પ છે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો. તણાવને દૂર કરવાનો.
એક જ અલગ મજા છે પુસ્તકને તકિયાની નીચે લઇને સુવાની.
#pareshprajapati