Gujarati Quote in Motivational by Hiren Manharlal Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિજય

વિજય બહુ સરસ વિષય છે...
વિજય એટલે હાર ઉપર જીત

વિજય ના પ્રકારો ઘણા બધા છે

યુદ્ધ માં જીત એક વિજય છે ,
ભણવા માં અવ્વલ નંબર લાવવો વિજય છે,

દુર્ગુણ ઉપર સદગુણ ની જીત પણ વિજય છે
કોઈ ને કોઈ બાબત માં પરાસ્ત કરવા વિજય છે

મારું વિજય માટે થોડું અલગ પ્રકાર નું તારણ છે
જન્મ ને આપણે ઉત્સવ તરીકે ઉજવીએ છીએ

પરંતુ મરણ કે મૃત્યુ એક ઊંડો પ્રત્યાઘાત છોડી જાય છે... મૃત્યુ એટલે જીવન સમાપ્ત... હાર જીવન ની...

કોઈ અમૃત લઈ ને નથી જન્મેલા..
એટલે ગીતા સાર અનુસાર
જેનો જન્મ તેનું મૃત્યુ નક્કી છે

પરંતુ મૃત્યુ ઉપર વિજય મેળવવો અને તેનો ઉત્સવ કરવો એજ છે જીવન નો સાચો વિજય...

વિજય... મારા દૃષ્ટિ કોણ થી...

મૃત્યુ... એક ઉત્સવ... મૃત્યુ ઉપર વિજય

ક્યાં ઘરે જન્મ લેવો એ આપણા હાથ ની વાત નથી,

જન્મનું ઠેકાણું છે પૂર્વભવ ના ઋણાનુબંધન ને આધીન,

મળે મહામૂલ્યનો મનુષ્ય ભવ ચોર્યાસી લાખ યોનિ ફરી,

શાસ્ત્રોકત વિધાન પ્રમાણે મોક્ષ કે સ્વર્ગે સિધાવાય માત્ર મનુષ્ય ભવ થકી,

આંખ ના પલકારામાં જીવન સફર થાય પૂરી મારું - મારું ને હું - હું નો જાપ જપી,

જીંદગીભર છૂટે નહીં મોહ કંચન કામિની ની માયા નો અહીં,

બધા ગાત્રો થાય ઢીલા ને આવી પહોંચે મૃત્યુ સમય ની અંતિમ ઘડી,

કર્મ નો હિસાબ કરતા ખબર પડે કે સ્વર્ગ ને મોક્ષ ની વાત તો દૂર રહી ઘણી,

હજુ કર્યા નથી કાંઈ એવા સત્કર્મ કે બંધાઈ આવતા ભવ નું ભાથું,

જીંદગી ની મજા માણવા મા ભુલ થી ગુમાવી બેઠા હીરા જેવો મનુષ્યભવ,

કરવો ના પડે આવો પસ્તાવો માટે જાગી જઈએ પહેલા થી,

જન્મ નથી આપણા હાથ માં પણ મૃત્યુ કેવું જોઈ છે તે આપણા હાથ માં,

નિર્ધાર કરી આદરીએ માનવતા ના એવા સત્કર્મો કે મુક્તિ મળે ચોર્યાસી લાખ યોનિના ચક્કર માંથી,

મૃત્યુ ઉપર "વિજય" મેળવી ને ઉજવાય
"મૃત્યુ નો ઉત્સવ" માનવ કાર્ય ની સુવાસ થી.

હિરેન વોરા

Gujarati Motivational by Hiren Manharlal Vora : 111571366
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now