#અમસતી_વિચ૨ધારા_Post_5
#શ્રાધ્ધ_પક્ષમાં_નમન
•"જવેરચંદ મેઘાણી" આ નામ દરેક સૌરાષ્ટ્રના લોકોના હોઠે હશે અને તેમની ઘણી રચનાઓ અને લોકગીતોનો અનમોલ ખજાનો આજે પણ આપણી વચ્ચે સચવાયેલો છે.
•મેઘાણી સાહેબે કાઠીયાવાડી ભાષાને સાહિત્ય જગતમાં એક આગવું નામ અપાવ્યું છે.તેમનો જન્મ ઈ.સ.૧૮૯૬માં રાજકોટ પાસેના ચોટીલા ગામમાં થયેલો હતો.
•તેમણે તે વખતમાં અમદાવાદી ભાષામાં ચાલતાં સાહિત્યને એક મોટો પડકાર આપીને આપણી કાઠિયાવાડી ભાષાના સાહિત્યને સમગ્ર ગુજરાતમાં ગુંજતું કરી મૂક્યું હતું.
•ગુજરાતના જેટલા લેખકો હશે તે આજે મેઘાણી સાહેબને પોતાના આદર્શ માનીને પોતાના શબ્દોનો રસથાળ જનતાને પીરસતા હશે.
•નીચે આપેલી પુસ્તક મારી શ્રેષ્ઠ પુસ્તક છે અને તેને વાંચીને આજે બહુ જ આનંદ આવ્યો એટલે મે નક્કી કર્યુ કે,હું જ્યારે પણ કોઈ ઊંડા વિચાર,થકાશ,કંટાળા વગેરેમાં હોવ ત્યારે સરની આ પુસ્તક વાંચવી.
•તેવું નથી કે સરની આ જ પુસ્તક સર્વ શ્રેષ્ઠ છે,પરંતુ તેમના કોઈ પણ રચના કે લોકગીત ઉપાડશો તો તે સર્વ શ્રેષ્ઠ જ હશે.
•તેમણે માણસાઈના દિવા,તુલસી ક્યારો,દાદાજીની વાતો,ધ પ્રોમીસ્ડ હેન્ડ,સૌરાષ્ટ્રની રસધાર વગેરે જેવી અનેક રચનાઓ આપી છે.પરંતુ આ સૌમાં મારી બેસ્ટ પુસ્તક તેમની સૌરાષ્ટ્રની રસધાર છે,તે પુસ્તકમાં સૌરાષ્ટ્રની તેમની વાતો છે તે ખરેખર અદ્ભૂત છે.
•તેથી જ મારા માટે લખાણમાં અદ્ભૂત એટલે "મેઘાણી સાહેબ".
•આ સિવાય તેમના લોકગીતો પણ લગભગ આખા ગુજરાતમાં ગૂંજતા થઈ ગયા છે.તે પછી કસુંબીનો રંગ,ચાંદો ઊગ્યો ચોકમાં,ચારણ કન્યા,શરદ પૂનમની રાતડી,શિવાજીનું હાલરડું,કાન તારી મોરલી વગેરે હોય કે પછી આભમાં જીણી ઝબૂકે વીજળી હોય આ બધા તેના સુપરડુપર હીટ લોકગીતો છે.
•તેટલા માટે જ મેઘાણી સાહેબને "રાષ્ટ્રીય શાયરનું" બિરુદ આપવામાં આવ્યું છે.
•આવા વંદનીય અને પૂજનીય આત્માને હાલ ચાલતાં શ્રાધ્ધ પક્ષમાં મારા શત્ શત્ નમન!
-જયરાજસિંહ ચાવડા