દુષ્ટતા એ મનુષ્યનો જન્મજાત સ્વભાવ નથી,
નાનપણથી લઈ મોટા થયા ત્યા સુધી, થયેલો ખોટો વ્યવહાર,
કાંઈક બની ગયેલા અણબનાવો,
જરુરીયાત હોવા છતાં ખુટતી લાગણીઓ,
અપમાનના પીધેલા ઘુંટડાઓ,
સાથે સાથે સહનશીલ ના હોવું,
નાની નાની વાતોને મોટી બનાવવાની આદત,
ધીરે ધીરે ખોટું કરવાની ભાવના જાગવી,
બીજાને નીચા ચીતરવાની,
એમા આવતો નકારાત્મક આનંદ માણવાની
બસ અહીંથી શરુઆત થાય દુષ્ટ બનવાની.
#દુષ્ટ