Gujarati Quote in Blog by Mahesh Vegad

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલા કહ્યું કે કોરોના ભારતમા નહીં આવે
📍અમે કહ્યું ઠીક છે...

પછી કોરોના ગરમીથી મરી જશે
📍અમે કહ્યું ઠીક છે...

પછી જણાવ્યા મુજબ એક મીટરનું સામાજિક અંતર રાખો
📍અમે કહ્યું ઠીક છે...

તમે કહ્યુ વાયરસ 12 કલાકમા મરી જાય છે, એટલે 14 કલાક લોક ડાઉન નુ પાલન કરો..
📍અમે કહ્યુ ઠીક છે...

પછી લોકડાઉન 1.2.3.
📍અમે કહ્યુ ઠીક છે...

પછી કર્ફ્યુ લાદયો
📍અમે કહ્યુ ઠીક છે...

પછી કહુ સાંકળ તોડી નાખો
📍અમે કહ્યુ ઠીક છે...

પછી કહ્યું મહાભારત 18 દિવસમાં જીત્યું,
અમે 21 દિવસમાં જીતીશું
📍અમે કહ્યુ ઠીક છે...

પછી કહ્યુ ઉત્સાહ માટે તાળીઓ પાડો
📍અમે કહ્યુ ઠીક છે...

પછી દેશની એકતા માટે દીવો અને મીણબત્તી પ્રગટાવો
📍અમે કહ્યુ ઠીક છે...

પછી કહુ થાળી વગાડો
📍અમે કહ્યુ ઠીક છે...

પછી કહ્યુ સરકારી તીજોરી ખાલી છે દાન આપો
📍અમે કહ્યુ ઠીક છે...

જ્યારે કંઇ થયું નહીં, ત્યારે તમે હાથ અધ્ધર કરી દીધા, કહ્યું કે આત્મનિર્ભર બનો
📍અમે કહ્યુ ઠીક છે...

કમાણી બંધ છે,
ખર્ચ વધારે છે,
મોટા પેકેજો જાહેર થયા છે,
જનતાને કંઇ પ્રાપ્ત થયું નથી
📍અમે કહ્યુ ઠીક છે...

પછી આજદિન સુધી ગાયબ
📍અમે કહ્યુ ઠીક છે...

પેટ્રોલ અને ડીઝલ તથા જીવનજરૂરી ચીજવસ્તુઓ ના ભાવ વધાયાઁ
📍અમે કહ્યુ ઠીક છે...

હવે તમે કહો કે અમે વિરોધ ક્યાં કર્યો ?
❓❔❓❓❔❓

કાંઇ પૂછવામાં આવે તો દેશદ્રોહી જાહેર કરો છો.....

શુ કરો છો ?? પુછીયે તો
- 70 વર્ષના રોદણા રડો છો

હકીકતમાં,
લોકશાહી દેશમાં આપણે અત્યારે મુકતપણે જીવવાનો અધિકાર ગુમાવી દીધો છે .... !!!

લી.
ભારત દેશનો બિચારો નાગરિક

‼️‼️‼️

Gujarati Blog by Mahesh Vegad : 111569493
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now