મન મુકી તારા પર વરસવાનું મન થાય.
ભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય.
હાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય.
ને તારા જ સ્પર્શ થકી મહેંકવાનું મન થાય.
તારા જ રંગે રંગાવાનું મન થાય.
ને પછી તારામાં જ ભળી જવાનું મન થાય.
ફક્ત તને એક ને જ પામવાનું મન થાય.
ને મારુ તારે કારણે જ મને જીવવાનું મન થાય.