પ્રભુ,મોક્ષ નો દરવાજો ખુલ્લો રાખજો
___________________________
સેંચૂરી તરફ ફાસ્ટ ફાસ્ટ દોડતા હતા અને ૭૯ વયે કોરોનાં ની કમનસીબી આવી જાણજો,
ધરતી ઉપર હતું એમનું કામ ઘણું પણ આખરે પ્રભુ ની મરજી ને સ્વીકારજો.
ભોળા ભગત, છળ કપટ વગર નાં હતા આ માનવી, પ્રભુ એટલું તમે માનજો,
દોર એમના જીવન નો પ્રભુ, સ્વર્ગ સાથે બાંધજો.
ઉવસગ્ગાહરણમ સ્તોત્ર કરોડો પૂરા કર્યા, નવકાર પણ કરોડો કરી પુણ્ય ની તિજોરી ભરી છે તે જાણજો,
મોક્ષ નો દરવાજો પ્રભુ એમને માટે ખુલ્લો રાખજો.
ઉંચા મસ્તકે વિદાય આપું જયંતીભાઈ ને એ સહ સ્નેહ સ્વીકારજો,
ભાવના કરે આ કવિરાજ ,પ્રભુ એમને આશન તમારૂં આપજો,
પ્રભુ, તમારા હરેક પદ નાં એ હકદાર છે એ જાણજો.