એ સાલ હતી 1981ની...
ત્યારે હું કંઇક ઓગણીસ કે વીસ વર્ષનો હતો ને તે સમયે હું ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 11 માં ભણતો હતો એક દિવસ મારી મમ્મીની તબિયત ઠીક ના હતી તેથી મારો યુનિફોર્મ ધોવાયો ના હતો તેથી હું યુનિફોર્મ પહેર્યાં વગર સ્કુલે ગયો હતો સમય થઇ જવાથી સ્કુલનો બેલ પડયો પછી સૈ કોઇ પોતપોતાના કલાસમાં જવા લાગ્યા પછી હું પણ મારા ક્લાસમાં ચાલ્યો ગયો મનમાં એક દર્દ હતું કે આજ હું શાળાએ યુનિફોર્મ પહેર્યા વગર આવ્યો છું ને સૈ કોઇ પોતપોતાનો યુનિફોર્મ પહેરીને આવ્યા છે એટલે મને મારા કલાસમાં જવા માટે મારા પગ ઉપડતા ના હતા છતાંય ધીરે પગલે હું મારા ક્લાસ રુમમાં ગયો ને મારી બેન્ચીસે ગોઠવાઇ ગયો મારો પહેલો પિરિયર ઇકોનોમિક્સનો હતો તેથી એક લેડી ટિચર મારા કલાસ રુમમાં દાખલ થયા ને તેમને હસતા હસતા સૈને ગુડ મોર્નિંગ કહીને પોતાનો પિરિયર ચાલુ કર્યો આમ અમારો ભણવાનો કલાસ શરુ થઇ ગયો મેડમે ઇકોનોમિક્સને લગતા વિષય ઉપર એક લાંબુ લચાક લખાણ બોર્ડ ઉપર લખી નાખ્યુ ને પછી બધાને કહ્યુ કે આ બોર્ડ ઉપરનું લખાણ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી દો ત્યાર બાદ અમે બધા બોર્ડ ઉપર લખેલ લખાણ નોટબુકમાં લખવા મંડી પડ્યા ત્યાં જ સ્કુલની મોટી લાંબીમાંથી એક અવાજ આવ્યો
મને તે અવાજ સાંભળીને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા, પગ ધર ધર કાંપતા હતા..હાથમાં રહેલી પેન પણ આમતેમ હાથમાં ફરતી હતી ને મારી નજર પણ ક્લાસના દરવાજે ટીકી રહી હતી બસ ત્યાં તેમનો ફટાક કરતો પ્રવેશ થયો...જાણે કોઇ ફિલ્મનો વિલન...
એ કોણ હતું! મારા સ્કુલના કડક પ્રિન્સીપલ કડીયા સાહેબ...
એકદમ ગરમ સ્વભાવના..ને એકદમ ડિસીપ્લીનમાં માનનારા
મોડા આવો તો ના ચાલે, તોફાન કરો તો ના ચાલે, મારામારી કરો તો ના ચાલે...જેવા તેઓ અંદર આવ્યા એટલે સૈ વિધાર્થીઓ લખતા લખતા ઉભા થઇ ગયા પછી તેઓ કલાસના આગળના ભાગમાં જ એક આંટો મારીને તેઓ જટ બહાર નીકળી ગયા જતાં જતાં તેમને એક નજર ક્લાસની બારીમાં નાખી તો તરત આગળ જતા તેઓ અટકી ગયા ને ફરી ક્લાસમાં પાછા આવ્યા ને સીધા જ મારી બેન્ચીસે આવ્યા ને મને બોલ્યા ઉભો થા તો હું તરત ઉભો થઇ ગયો ને તરત તેમને એક જોરદાર લાફો મને કંઇ પણ પુછયા વગર મારા ગાલે મારી દીધો ને ગાલ આખો લાલગુમ થઈ ગયો પછી મારી આંખોમાંથી પણ આંસુ ટપ ટપ ટપકવા લાગ્યા ને તેમને પછી મને પુછ્યુ કે તે આજ યુનિફોર્મ કેમ નથી પહેર્યો તો મે રડતા રડતા કહ્યુ કે સાહેબ મારી મમ્મી બે દિવસથી બિમાર છે તેથી બે દિવસના કપડાં ધોયા વગર પડી રહ્યા છે માટે યુનિફોર્મ ગંદો હોવાથી મે આજ યુનિફોર્મ પહેર્યો નથી પણ બસ મને
તે જ સમયે સ્કુલમાંથી કાઢી મુક્યો" ને કહ્યુ કાલ આવુ તો યુનિફોર્મ પહેરીને આવજે! આમ પછી વહેલો ઘેર આવવાથી મારી મમમીએ મને પુછયું કે કેમ બેટા તુ આજ વહેલો ઘેર આવ્યો! તો મે આજ મારી શાળામાં બનેલી બધી જ ઘટના મમ્મીને કહી સંભળાવી એ જાણીને તેને ઘણુ જ દુ:ખ થયું..હું પણ શું કરુ! મારે તેને કંઇ પણ કહેવું નહોતું પણ તેની જીદ્દની સામે હું પણ એક લાચાર છોકરો હતો ને મારે તેને બધુ કહેવુ પડ્યુ. આજે આટલા વરસ પછી પણ મને ઘણીવાર એ લાફો યાદ આવ્યા કરેછે ખરેખર એક લાફો ને ઢોર માર માણસને જિંદગીમાં ઘણુ બધુ શીખવાડેછે...!