જ્યાં મન ને શાંતી મળે તે આપણું મંદિર,પછી તે આપણું ઘર હોય કે ઈશ્વર નું ઘર,
જ્યાં કોઈપણ ભેદભાવ ન જોવાતા હોય તે આપણું મંદિર,
હ્રદય નો ઉમળકો જ્યાં આંસુ સ્વરૂપે બિરાજે અને મનને
બોજમુકત કરી દે તે આપણું મંદિર,
જ્યાં વડીલો ના આશીર્વાદ થી મકાન માંથી ઘર બનતું હોય તે આપણું મંદિર,
જ્યાં મમ્મી અને પપ્પા નું વ્હાલ મળતું હોય તે આપણું મંદિર,
જ્યારે અજાણ્યા વ્યક્તિ ની પીડા જોઈ ને આપણી આંખ ભીની થઇ જતી હોય તો આપણું મન પણ એક મંદિર,
જ્યાં ઈશ્વર નો અવાજ આપણા સુધી પહોંચે ભૂખ્યા બાળક ને સંતોષ મળે તે આપણું મંદિર...arvik
#મંદિર