==== મન ની ગઝલ. ====
આવશે મન, બેમુખી જ આવશે,
એની હસ્તી નેય પછી સમજાવશે;
છે મનોરથ, ઈચ્છાઓ ને કારણે,
ભવ્ય ખ્વાબો ધોળા, દા'ડે બતાવશે;
શૂન્ય માં સરકે, અમૂર્ત તો હોય છે,
મુર્ત કિમિયાઓ ,કરી ફેલાવશે;
પામી લેશે એ ખજાનો ખૂંદતા,
કળ અકળ ભવ નુંય જાળું ભાંગશે;
રંગ બેરંગી છે અસ્તિત્વ અહિયાં જ,
તો ય આનંદ , ભીતરી પ્રગટાવશે;