*તુ દોડતી જાય છે ને મારાથી ચલાતું પણ નથી*
*ધીમે ચાલ જિંદગી* *મારાથી હાંફી જવાય છે*
*ઘણા બધા સપનાઓ છે મારી આંખોમાં*
*થોડાક તેં બતાવેલા*
*થોડાક મેં સંઘરેલાં*
*કેટલાક સબંધો છે મારી સાથે જોડાયેલાઘણા ઈશ્વરે આપેલા ને થોડા મેં બનાવેલા*
*જોજે એ બધા મારાથી છૂટી ન જાય ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે*
*કઈ કેટલીય લાગણીઓ છે આ હૃદયમાં ઘણી બધી ગમતી ને થોડીઘણી અણગમતી*
*કઈ કેટલીય જવાબદારીઓ છે આ જીવન માં થોડીક જબરદસ્તીથી સૌપેલી થોડીક મેં સ્વીકારેલી*
*એ બધાનો ભાર ઉંચકીને લાંબુ ચાલી શકું એ માટે ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે*
*ઘણાયનુ હૃદયમાં સ્થાન બનાવવું છે ને ઘણાયનું હૃદયમાં સ્થાન ટકાવવું છે*
*જવાબદારીઓ સાથે પોતાના સપના પુરા કરી શકું કે તું ધીમે ચાલજિંદગી મારાથી હાંફી જવાય છે*
*કોઈને કડવાશથી યાદ કરું એવા વ્યવહાર ટાળ્યા છે લોકોના હૃદયમાં હંમેશા રહું એવા પ્રયત્ન કર્યા છે*
*ભૂલથી પણ કોઈના હૃદયને ઠેસ ન પહોંચે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે*
*એવી મારી પ્રાર્થનાને વાસ્તવિકતામાં જોવી છે તો ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે*
*રેતની જેમ સમય મુઠ્ઠી માંથી સરકે છે આજે સાથે ચાલીએ છીએ કાલ ની કોને ખબર છે*
*ખુબ પ્રેમ કરુ છું તને ઓ જિંદગી જરા તું ધીમે ચાલ મારાથી હાંફી જવાય છે..*