Gujarati Quote in Poem by Hiren Manharlal Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ ની સત્ય હકીકત ઉપર આધારિત છે આ થોડી રમૂજી કહાની ...

હળવા રમૂજ ભર્યા અંદાજ મા મારી કલમે ...
😂🤣😉😁😁

કહાની ઉંદર મામા ની ..

બનાવ્યુ મે તો રહેવા ને સુરક્ષિત દશમાં માળે ઘર કે ના આવી શકે એમાં માખી - મચ્છર અને ગરોળી, વંદા કે ઉંદર,

પણ આ તો બધા છે આપણા મામા, ઘૂસી આવે ઘર મા છાના માના,

ગરોળી, વંદા કે ઉંદર ને જોઈ મારે શ્રીમતીજી કૂદકા ડર ના માર્યા, મન માં ને મન માં હું હરખાઉ એમને કોઈ થી ડરતા જોઈ,

વિચારી ને રાજી થાઉં કે મને આંખ ના ઈશારે ડરાવી નચાવે એ પણ ડર ની મારી નાચી પડે છે આ બધા મામાઓને જોઈ,

ઘૂસ્યા એક દિવસ મસમોટા ઉંદરમામા મારા ઘરમાં છાનામાના, પછી મચાવી ધમ્માચકકડી આખા ઘરમા,

ચાલ્યું થોડી વાર વિશ્વયુદ્ધ ઉંદરમામા ને શ્રીમતીજી ની વચ્ચે, સાવરણી લઈ ને શ્રીમતીજી ફરે ફેરફૂદડી ઉંદરમામા પાછળ આખા ઘરમા,

ઉંદરમામા થી હારી થાકી ને શ્રીમતીજી એ મૂક્યા બધા હથિયાર પડતાં, એમાં પડ્યો ઉંદરમામા ને છોડીને વગર મફતનો મારો વારો,

મોટી આંખો કાઠી શ્રીમતીજી એ ગુસ્સાથી જોયું મારી સામું, હું ઊભી પૂંછડી એ ભાગ્યો પાંજરુ ખરીદવા ઈશારો સમજીને,

ફસાવવા ઉંદર મામા ને મૂક્યો પાંજરામાં મનભાવતો ઉંદરમામા નો ખોરાક,

આ બધી કસરત થી આબાદ ફસડાઈ પડ્યા ઉંદરમામા, પછી કર્યો ઉંદરમામા નો ખુલ્લા મેદાન મા નિકાળ,

ચાની ચૂસકી લેતા ને વિજય નો ઉત્સવ ઉજવતા અમે બન્ને બેઠા બાલ્કની મા નિરાંતે હીંચકે ઝૂલવાને ...

હિરેન વોરા
30/07/2020

Gujarati Poem by Hiren Manharlal Vora : 111563729
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now