Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કબરની સોગાત માં ઢળે,ખરેખર તારા ઉપર છે;
કે જીવંત ઊર્મિ માં મળે, ખરેખર તારા ઉપર છે;

આત્મિય ભાવના થી, ભળી ગયો છું હું સતત,
કે દેહાભિમાને તું ભળે, ખરેખર તારા ઉપર છે;

બેશક લિબાસ તો મારો રહેશે જ ફકીર જેવો ,
ને અમીરીથી તું તરફડે ,ખરેખર તારા ઉપર છે;

સુખદુઃખ મનમાં રહેવાનું , સ્વાભાવિક ‌પ્રકૃતિ માં,
આનંદ વગર તું ટળવળે, ખરેખર તારા ઉપર છે;

દારોમદાર રાખવો દિલબર, બનીને કુરબાની માં,
કે દગો ફટકારી તું છળે , ખરેખર તારા ઉપર છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111563569
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now