હોય જો થોડો પસ્તાવો તો કહી દેજે મને,
મનમાં કોઈ મૂંઝારો રાખીશ નહિ.!
ખોવાનો ડર હોય ભીતર તો કહી દેજે મને,
અંતરમાં કોઈ ગૂંગળામણ રાખીશ નહિ.!
તારી વેદના-સંવેદના બને તો કહી દેજે મને,
જુઠા લાગણીના ભમરોમાં ભમીશ નહિં.!
વાતોના સ્પર્શથી કાંટો વાગે તો કહી દેજે મને,
વાગ્યા ઝખ્મને નાહક પંપાળીશ નહિ.!
દિલના રાઝને હમસફર બની કહી દેજે મને,
દફનાવી હૃદયે પૂર્ણવિરામ કરીશ નહિ.!
દર્શના રાધે રાધે
#પસ્તાવો