શહેર
મધ્યમ પવન, ને શ્વેત આકાશ,
ધરા ધીમે ધબકે જાણે!
હરિયાળા મેદાનમાં, વૃક્ષ ના છાંયે
સૂતેલી બાળા ઝબકે જાણે!!
શહેર થી દૂર, મહામારી થી બેખબર,
એ ગામ સ્વર્ગ સરીખું લાગે છે,
બાકી શહેરોમાં સૂતા છે દેવો અને
યમરાજ રાતોમાં જાગે છે!!
હવે જો થંભી જ ગયા છો તો વિચારો
શું કર્યું હાંસિલ આ શહેરો માં!
ભૂલી ગયાં ને સાદગી, સભ્યતા,
લોભ લાલસા ની લેહરો માં!!
-Atit Shah