જિંદગીના સફરમાં હતી એકલતા ઘણી,
ખાલી જગ્યામાં અમે તમારી પૂર્તિ કરી..
દર્દ ભરેલી જિંદગીમાં જખ્મો ભૂલી,
મલમ પ્રેમનો લગાવી અમે રાહત કરી..
સપનાની તસવીર જિંદગીની હકીકત બની,
ધૂંધળી છબીને અમે મનસમાં પ્રસ્થાપિત કરી..
મનના વિચારોને અક્ષરોની વાંચા મળી,
શબ્દો થકી અમને અમારી ઓળખ મળી..
વિશ્વસનીય હોય દરેક સંબંધો અહીં,
બંધનોના બાંધ છોડી અમે તેની મુક્તિ કરી..
દર્શના રાધે રાધે
#વિશ્વસનીય