💔😘"તમારી યાદમાં"😘💔
કરવું નહોતું જે કામ તે કામ કરીને હું બેઠી છું,
ભુલવા તમારી યાદને સર્જક બનીને બેઠી છું.
લીઘી છે જયારથી કલમ મેં આ હાથમાં,
લાગે છે જાણે એક નવો જ અવતાર ઘરીને બેઠી છું.
રસ્તે ઉભી છું એકલી બસ તારી યાદમાં,
રાહને તમારી ફુલોથી સજાવીને હું બેઠી છું.
પ્રતીક્ષામાં ને પ્રતીક્ષામાં દિન-રાત ભુલાવી બેઠી છું,
આપી હતી જે યાદ તમે તે સાચવીને બેઠી છું.
જોયું હતું જે સ્વપ્ન મેં સાથે મળીને તમારી,
એ સ્વપ્નને સાકાર કરવા ભાન ભુલાવી બેઠી છું.
આપ્યું છે દિલમાં સ્થાન ત્યારથી જો તમને,
દિલનાં બાકી બઘા અરમાન હું ભુલાવી બેઠી છું.
ખુશ્બુ તમારા પ્રેમની દિલમાં ભરી બેઠી છું.
પાછળ તમારી યાદમાં પાગલ બની બેઠી છું.
આવશે ફરીવાર આ જીવનમાં "પ્રિત"બસ,
એ એક જ આશામાં આ શ્વાસ રોકી બેઠી છું.
😢😢😢😢