Gujarati Quote in Poem by Gandhi Jenish

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કદી પટલી ને ના જોયા હતા એ મંજર
આજે દિલ માં એક દર્દ અનુભવાય છે
ઘેર હાજરી માં આપની મારુ દિલ દુઃખાતું જાય છે

સાતે કળા એ ભલે ઉગ્યો છે આ સુરજ
પણ આખો સામે એક અજીબ અંધકાર છવાય છે
ઘેર હાજરી માં આપની મારુ દિલ દુઃખાતું જાય છે

હું તો જાગ્યો આખી એ રાત અજવાડે ચાંદની ના
દિલ ને ખરતા તારા એ કમી વર્તાય છે
ઘેર હાજરી માં આપની મારુ દિલ દુઃખાતું જાય છે

મન ના મધ દરિયે હું ઉભો આપ ની વાટ માં
સુનામી મને ડુબાવી જાય છે
ઘેર હાજરી માં આપની મારુ દિલ દુઃખાતું જાય છે

હવે નથી રહેવું કે નથી સહેવું
પણ નાદાન દિલ મારુ આપની જ તરફેણ માં વહેતુ જાય
છે
અંતે ઘેર હાજરી માં આપની મારું દિલ દુઃખાતું જાય છે
જેનીશ

Gujarati Poem by Gandhi Jenish : 111560903
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now