Gujarati Quote in Story by mansvi nayak

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"તારી રાહ "
તારા હૉસ્ટેલ થી આવવાના દિવસો જેમ નજીક આવતા હતા તેમ તને જોવાની ઘેલછા , તાલાવેલી વધી રહી હતી. એ વખત પણ આવી ગયો.તું ઘરે આવ્યો, તને જોતા જ મન દુભાયું.તારો ગૌર વર્ણ ,ખીલેલો ચહેરો ,તંદુરસ્ત કાયા જોવા ન મળ્યો.તે છતાં પણ તું ખુશ હતો. એ જોઈ આનંદ થયો. દિવાળીની રજાઓ અહીં જ અટકી જાય એવી તીવ્ર ઇચ્છા હતી, પણ સમય ને કયાં કોઈની પડી છે. તારો ફરી હૉસ્ટેલ જવાનો દિવસ પણ આવી જશે. ફરી પાછું તારા વિનાનું ઘર ખાવા ધાશે , ફરીએ બૉલ ને બેટ ખૂણે રિસાશે, ફરી તારી "દી"નું માથું કોણ ખાશે, ફરી મારા રસોડે આવી પાછળ કોણ સંતાશે, ફરી પપ્પાને ફરમાઈશો કોણ કરશે, ફરી દાદી સાથે ગમ્મત કોણ કરશે. બધું જ થંભી જશે , ફરી એકવાર તારી આવવાની રાહ જોશે.
- મનસ્વી નાયક (મન)

Gujarati Story by mansvi nayak : 111560526
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now