ઉત્કૃષ્ટતાનું શ્રેષ્ઠ સજઁન લઇને આવી છું,
જુઓ જુઓ હું શું કરીને આવી છું,
પરમેશ્વરનાં દ્વાર થી પ્રેમ ભરીને લાવી છું,
બની શકે એટલો લેજો ખોબલે ખોબલા ભરીને લાવી છું,
એમને ત્યાથી મળ્યો મને ખુશીનો ખજાનો,
લાગ્યું હશે બહુ ભાર આનો પણ હશે કેવો મજાનો,
હાથવેંત કરતા સાવ હળવો લાગ્યો,
મનુષ્ય લાગ્યો પાત્ર સજાનો,
આમ તેમ કરતાં મળ્યું મને દયા,લાગણી અને માનવતા,
ભરી ભરી હું થાકી પછી તો ઈશ્વર પાસે છે મોટો ખજાનો.
#ઉત્કૃષ્ટ