એમ અચાનક જ અંતનો આરંભ થયો,
જાણે લાગે કે મધ્યાહને સુર્યાસ્ત થયો.
ભીતરના ઘૂઘવાટે દરિયે જઈને રડ્યો,
અંતે એ પણ મારી સામે જ ખારો થયો.
સ્વજનોનો સુર પણ મુદ્રાની માત્રાનો થયો,
ઈશ્વરનું માપ ધજાની ગજામાં લેતો થયો.
શિકાર પણ લાગણીની આડઅસરનો થયો,
ને પુષ્પની સોબતે ચડીને એ પાષણ થયો..
સૌને ખુશ રાખવા ખુદને જ છેતરતો થયો,
હારતો હંમેશા છતાં જાણે કેમ “વિજય” થયો. ?
વિજય રાવલ