છોકરી ના લગ્ન ને લઈને ઘરવાળા કરતા વધુ ચિંતિત આજુ-બાજુ વાળા હોય છે.
કેમ કે એમને જન્મસિદ્ધ અધિકાર માં ઠેકો મળ્યો છે તમને પૈણાવા નો..
પછી આવે એમના સગા-વહાલા એક ઠેકો એમને પણ લીધો હોય છે.. કે આને ક્યાં વેટાડવી જેથી મારી દીકરી ને સારું મળે..
એક ઠેકો સગા-વહાલા ની બાજુ વાળા ઓ લીધો હોય છે.. માસી ની બાજુવાળા એમ પૂછે કે અરે તારી બેન ની ભાણી નું ક્યાય નક્કી કર્યું કે નહિ..?
ફોઈ ની બાજુ વાળા એમ પૂછે તમારી ભત્રીજી નું ક્યાય નક્કી કર્યું કે નહિ..? કાકી ના પિયર માં ચર્ચા થાય... તારી જેઠાણી ની છોડી નું ક્યાં ઠેકાણું પડ્યું કે નૈ...? આ બધું એટલા માટે પૂછે કે ક્યાંક એને ભૂલ માં કોઈ સારી જગ્યાએ નક્કી ના થઇ જાય.. જ્યાં એમને એમની દીકરી માટે શોધી રાખ્યું હોય.. આ અત્યાર ના સમાજ ની માંન્શીકતા છે.. આ સગા વહાલા માં બહુ ઓછા લોકો હોય છે જે સાચે જ તમારું સારું વિચારતા હોય છે... બાકી તો એમજ વિચારે કે આનું ક્યાં ઠેકાણું પડે અને હેરાન થાય.. કેમ કે એમને દીકરી ની સુંદરતા, ઘર ની શાંતિ આંખ માં કણા ની જેમ ખૂંચતી હોય છે... બચારા ઘરવાળા ને પૂછી પૂછી ને પત્તર ફાડી નાખે. છોકરી ની પણ પત્તર ફાડી નાખે પૂછી પૂછી ને કે અલી કેમ લગન નથી કરતી.. બિચારી છોકરી ને એમ થઇ જાય કે હું ક્યાં છોકરી બની ને જન્મી.. અરે તમારી માંન્શીકતા સુધરો... તમારા ઘર માં પણ એકાદ દીકરી હશે.. જો નૈ હોય તો તમે એ જ લાયક છો કે તમારા ઘરે લક્ષ્મી નથી..
--જયેશ પ્રજાપતિ (પ્રાશ)