Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#દાખલો
દાખલો
આપણે આને એક વિદ્યાર્થી દ્રારા સમજીએ
એક્ષામ વખતે વિદ્યાર્થીના હાથમાં પેપર આવે, એટલે જે-તે વિદ્યાર્થી
પૂરા પેપર પર એક નજર નાખી,
જેટલું તેને આવડે છે, તે લખવાનું ચાલુ કરી દે છે.
અઘરો સવાલ કે દાખલો
તે છેલ્લે વધતા સમયમાં હાથ પર લે છે.
આમાં વિદ્યાર્થીની ગણતરી સાફ છે.
અઘરો દાખલો ખોટો પડશે, તો પણ હૂં પાસ થઈ જઈશ.
મારૂ વર્ષ નહીં બગડે.
જાહેર જીવનમાં પણ આવુજ કંઈક હોય છે
પરંતુ
એમા વિષય બહારના
સહેલા કે જટીલ સવાલ કે દાખલા, અવિરત આપણી સામે આવતાં હોય છે.
હા પણ આને સોલ કરવા સમયનું કોઈ બંધન નથી હોતું.

આવા સમયે આપણે શું કરીએ છીએ ?
કોઈ વિકટ પરિસ્થિતિ કે મુંજવણ ભર્યો સવાલ જેવો આપણી સામે આવે એટલે
આવતીકાલે કરવાનાં તમામ કામ ને સાઈડમાં મુકી આપણે માત્રનેમાત્ર આ સવાલને લઈને મચી પડીએ છીએ.
જેને લીધે,
આપણાં થવાવાળા ને કરવાવાળા કામ રહી જાય છે, ને સમય જતા એજ રહી ગયેલા કે બાજુમાં મુકેલા આપણાં કામ પણ જટીલ થઈ જાય છે.
જે આપણી માનસીક અને શારીરિક
બુદ્ધિ અને શક્તિને ખોરવી આપણને પુરેપુરા ડિસ્ટબ કરી નાંખે છે.
અહીં આપણે પેલો વિદ્યાર્થી વાળો દાખલો અપનાવીશુ તો રિઝલ્ટ સારૂં મડશે.


#દાખલો

Gujarati Thought by Shailesh Joshi : 111557128
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now