વરસે વરસે મેઘો વરસે, જોઈ સહુ કોઈ હરખે. મેઘો વરસે..!
ઝરમર ઝરમર ધીમો વરસે,અનરાધાર ભારે વરસે,જોઈ સહુ કોઈ હરખે... મેઘો વરસે..!
નદી નાળા ડેમ છલકે ગામ ના તળાવો છલકે, મેઘો વરસે..!
શહેર ના રસ્તાઓ બોલે, ખાડા અને ખાબોચિયા બોલે, જોઈ સહુ કોઈ હરખે... મેઘો વરસે..!
ગામડાના ખેતરો બોલે, સીમ ને સીમાડા બોલે, મેઘો વરસે..!
શહેર ની ગટરો બોલે, રસ્તા પરના ભરાયેલા પાણી બોલે, જોઈ સહુ કોઈ હરખે... મેઘો વરસે..!
ગામડાના લોકો હરખે, નાના ને મોટા હરખે, મેઘો વરસે..!
શહેરના લોકો જોઈ સહુ તરસે, ગામડા જોઈ સહુ કોઈ હરખે.. મેઘો વરસે..!
ગામડે ગામડે એકજ નાદ, શિવ નો મહીમા અપરમપાર "સ્વયમભુ" બોલી સૌ કોઈ હરખે..! મેઘો વરસે..!
શહેર શહેર માં એકજ ગુંજ શહેર કરતાં તો ગામડા ટોપ વરસે વરસાદ ન કોઈ રોક ટોક,એટલે જોઈ સહુ કોઈ હરખે.. મેઘો વરસે..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"