"જેવી મતિ તેવી #ગતિ "આ એક મહાન સત્ય છે જેવા વિચાર તેવી સ્થિતિ. આ માનવશાસ્ત્ર નો મહાન નિયમ છે જેવું વિચારશો તેવું જ પામશો. હંમેશાં એમ જ માનો કે "હું બળવાન છું"તો તમે બળવાન જ બનશો. અને જો એવું વિચારશો કે "હું નબળો છું" તો તમે નબળા જ બનીને રહી જશો. વિચાર જ મનુષ્યને ઘટે છે.અને મનુષ્ય હંમેશા વિચાર સૃષ્ટિમાં જ રહે છે. દરેક મનુષ્યને પોતાની નિરાળી વિચાર સૃષ્ટિ હોય છે. કલ્પના જ ચમત્કાર સર્જે છે વિચારોમાં અગાધ શક્તિ સમયેલી હોય છે. તમારો વર્તમાન તમારા ભૂતકાળના વિચારોથી ઘડાયેલો હોય છે અને તમારું ભવિષ્ય તમારા વર્તમાન વિચારોને અનુરૂપ જ ઘડાશે. જો વિચાર સારા હોય તો જ સારી વાણી અને સારા કાર્યો ઉદભવે. વાણી અને કર્મ માત્ર વિચારને જ અનુસરે છે....
#ગતિ