આપણી પસંદ અલગ છે એવું આપણે વારંવાર વીચાર્યે છીએ...બરોબર ..પણ આપણી પસંદ ના મહત્તમ વિશે અથવા સા માટે એ આપણી પસંદ છે એ કોઈ દિવસ વિચાર્યું છે ખરી?? કે પછી કોઈ ગાડરિયા પ્રવાહ માં વહી ને આપણી પસંદ બનાવી છે.દુનિયા માં કોઈ નિશ્ચિત વસ્તુ પાછળ કોઈ નિશ્ચિત તથ્ય હોય જ છે એ તો ખરું છે. હાલ ઘણા યુવાવર્ગ ની પસન્દગી ની લિસ્ટ ઘણી લાંબી છે પણ એ સા માટે પસંદ છે એનાથી એ લોકો તો અળગા જ છે...
"ઢળતો સૂરજ"
ઢળતા સૂરજ ને જોવું એ બધા ને ગમેં પણ એ ઢળતો સૂરજ તમને સુ શીખવે છે એ વાત પર કયારેય ધ્યાન જ ન આપ્યું .કે એનું પણ કંઈક આગવું મહત્તમ હશે .એ ખરા બપોર ના એ આંખે અંજાય જાય એવા પીળા રંગ રંગાયા પછી જયારે એ સૂરજ સાંજે કેસરી રંગ ની ચાદર ઓઢે છે એ દ્રશય જ આહલાદક છે.અને એ સાંજ અને રાત્રી ની વચગાળા માં એ ઢળતા સૂરજ જોય એ દિવસભર ની આશા નિરાશા ,હાર જીત એ પીળા રંગ માંથી રૂપાંતરિત થઈ ને કેસરી બની મન ને શાંત પાડે છે. અને એ દિવસ ના અનેક પડકરો માંથી લડી ને કાલ વળી એજ સૂરજ ના કિરણો સાથે ફરી લડી લેવાની આશ જગાડે છે. અને આખરે એ રાત્રી ની એ ઠંડક દિવસ ના દરમિયાન ના થાક ને ઉતારે છે.😇