આખી જીંદગી જે દિકરી ને અપશુકનિયાળ ગણતાં હતા તે જ દિકરી કોરોના કાળ મા સરસ રસોઈ બનાવી ને ભાવ થી જમાડવા લાગી બહાર ઞયા હોય આવીયે ત્યારે ગરમ પાણી તરત પીવડાવી ને સરસ સંભાળ રાખે, મુકેશભાઈ પોતાની દિકરી નાજન્મ સમયે ધંધામાં મામુલીખોટ જવાથી અપશુકનિયાળ માનવા લાગેલા દિકરી મયુરી સમજણી થઇ ત્યારે ખ્યાલ આવ્યો કે પપા તેને ગણતા નહોતા નાને થી મોટી થઈ પપા નો ધંધો દિવસે દિવસે ખૂબજ ફુલીયો ફાલીયો ધીમે ધીમે નાની દુકાન માથી મોટી દુકાન પછી કુદરત ની એવી કૃપા થઇ કે
મોટો મોલ બની ઞયા, કાચો માલ પણ જથાબંધ લેવાથી સસ્તો આવવા લાગ્યો .શહેરમા નવો મોલ બન્યો એટલે ખરીદી નો નવો અનુભવ લેવા
.બધા મોલ મા ભેગા થાય વિવિધ પ્રકારની વાતો કરે ને આખા મોલ મા ફરવાનુ નવીન વાતાવરણ મળે તે વળી નફામા, મુકેશભાઈ નો ધંધો ખુબ જ ચાલવા લાગ્યો પણ કોણ જાણે કેમ પણ મયુરી તરફ તેમને વિચિત્ર લાગણી થઇ ગયેલ ને તેઓ તેને અપશુકનિયાળ મન થી માનવા લાગેલા ઘરમા તેઓ જરાયે માન આપતા નહી, સતત અવહેલના કરતા મયુરી ને બધીજ ખબર હતી પપા ને તે ખુબ જ ચાહતી હતી. તે પપા ની નજરે ચઢવાની ખુબ જ કોશિશ કરતી પણ સફળતા મળતી નહી. તેને ઘરમા ખુબ જ સમૃધ્ધિ હોવાછતાં સામાન્ય કપડા પહેરતી તેના મમ્મી તેને તેના પપ્પા થી છાના માના સરસ કપડાં લઇ દેતાં આધુનિક નવી નવી આધુનિક ફેશન ડિઝાઇનર ની વસ્તુ લઇ આવી દેતા પણ કોણ જાણે કેમ મયુરી ને કોઈ નવી વસ્તુ ગમતી નથી સાદા ને સિમ્પલ કપડાં પહેરતીઘરના તમામ કામ તે જાતે જ કરતી નોકરચાકર પાસે કોઈ પણ કામ કરાવતી નહી. આમ બધું કામ જાતે કરવાને લીધે તેનુ શરીર કેળવાઈ ગયેલી. તે અભ્યાસ મા ખુબ જ હોશીયાર હતી, ઘરની તમામ કામ વતા અભ્યાસ મા પણ અવલ રહેતી તેના સમાજ ના ઘણા ઓળખીતા લોકો મુકેશભાઈ સામેમયુરી ના વખાણ કરતા, મૂકેશ ભાઈ ને તે જરાયે ના ગમતી ઘરમા આવે એટલે ગમે ત્યાથી મયુરી ની ભુલ શોધી ને એવા તો ખીજાતા કે ભલભલા માણસો વિચારતા થઈ જાય કે આતે વળી નગરશેઠછે કેમયુરી ના ભવોભવના દુશ્મન, મયુરી પપા ના શબ્દો ને કાને ધરતી નહી ને સતત કામમાં મશગુલ રહેતી, બન્યુ એવુ કે ચીન ની પાપ લીલા ને કારણે આખી દુનિયા મા કોરોના ફેલાય ઞયો. દુનિયા આખી લોક થઈ ગઈ. લોકોના ધંધા પડી ભાઞીયા બધાને ઘરમા જ રહેવાનો વારો આવ્યો. દુનિયા લોક થઈ ગય,
. મુકેશભાઈ ને ઘરમાં રહેવું જરાયે પસંદ નહોતુ તોયે ના છુટકે રહેવા લાગ્યા. પોતાનો લોભ ગણો કે એક મોટો માલસામાનની ડીલીવરી મા મુકેશભાઈ કોરોનાના શિકાર બની ગયા. ઘરમા બધા જ તેનાથી મુખ ફેરવી ગયા તેમનો લાડકો દીકરો તો વાત પણ કરવા રાજી નહોતો તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેની સારવાર ચાલુ કરવામાં આવી. તેમને સવાર, બપોર સાંજ ઘર જેવુ જ ગરમા ગરમ ખાવાનુ આવવા લાગ્યુ જોત જોતામાં પંદરેક દિવસો નિકળી ગયા ને મુકેશભાઈ સાજા થઈ ગયા તેમણે ડોકટરો આભાર માનીને ઘરે જતા હતા ત્યારે ડોકટરે કીધુ કે તમારા સાજા થવાના તમારી દિકરી મયુરી નો ખુબ જ સહકાર મળેલો તેના કારણે જ તમે સાજા થયા છો આ સાંભળી ને તેઓ મયુરી ને બાથમા ભીડી ને હૈયાફાટ રૂદન કરીને વહાલ થી બોલ્યા મારી શુકનવંતી અપશુકનિયાળ મયુ,,,, આવ આજે બધાજ સાથે બેસી ને જમીને,,,,,,,,,
.