તું આવ તો ખરી!!"
રાખીશ તારી સંભાળ હું,
તું આવ તો ખરી! મારાં જીવનમાં!
બનાવીશ તને જીવન મારૂં,
તું આવ તો ખરી! મારાં સંસારમાં!
આપીશ તને સંસ્કાર સૌ,
તું આવ તો ખરી! મારાં મંદિરમાં!
કરીશ તને પગભર હું,
તું આવ તો ખરી! મારાં અસ્તિત્વમાં!
બચાવીશ તને સૌ તકલીફથી,
તું આવ તો ખરી! મારાં આંચલમાં!
કરીશ તને સક્ષમ હું,
તું આવ તો ખરી! મારાં વિશ્વાસમાં!
જોઇશ વાટ હંમેશા હું,
તું આવ તો ખરી! મારાં જીવનમાં!
બસ! તું આવ તો ખરી! મારી ઢીંગલી!!
✍️- ખ્યાતિ સોની "લાડુ"