અપ્રચલિત છે એ શબ્દો, એ થોડી વાતો, એ મુલાકાતો, એ એકાંતમાં વિતાવેલી ક્ષણ, એ યાદો ની સાથે કરેલી સપનાઓમાં સફર, એમનો અને મારો પ્રેમ, મારા દિલમાં ધબકતું એમનું નામ.....
પ્રચલિત એટલું જ છે કે હું એક માત્ર નિષ્ઠુર અને કઠોર લેખક છું, દિલની કોમળતા અને લાગણી ક્યારેય શબ્દોમાં લોકોએ જોઈ નથી, કલમમાં ભરેલી આગની જ્વાળા પુરા સાહિત્યના ચોગાનમાં ફરકાવતો મનોજ પ્રચલિત છે. પણ મનોજમાં એ આગ કેમ આવી એ ક્યાંય જાણવા મળ્યું નથી...
મનોજ સંતોકી માનસ
#અપ્રચલિત