આજે સરકારી દફતરે ગયો પણ કામ ન થયુ.
બીજા દિવસે ફરી ગયો પણ કામ ન થયુ.
એટલે આજે ફરી પાછો પહોંચિયો
આજે તો સરકારી કમઁચારીએ તો સાવ ના જ પાડી દીઘી કે તમારુ કામ નય થાય તમે કાગર ખોયુ છે, નવુ નય બને.
એટલે એક મારા ઘર પાસે રહેતા કે જેઓ દર વષઁએ ચુટણી મા ઉભા રહેતા ઉમેદવાર ના મિત્ર જેમને મે વાત કરી એટલે તેને મને ફરી થી દફતરે મોકલીયો હુ ત્યા પહોચી ને ફોન પર વાત કરાવી એટલે ત્રણ દિવસ ગયા પછી પણ જે કામ નોતુ થતુ એ માત્ર પાંચ મિનિટ મા થઈ ગયુ અને હુ ખુશ થઈ ધરે આવી ગયો.
એટલે થયુ કે ઓળખાન હમેશા બહુ કામ મા આવે છે.
પણ બીજી બાજુ, એ પણ વિચાર આવ્યો કે જેમ મારી પાસે ઓળખાન હતી એટલે મારુ કામ થયુ પણ બીજા લોકોનુ શું?............
એ જો પૈસા વારો હશે કદાચ તો એનુ કામ થઈ પણ જશે. પણ ત્યા ભ્રસ્ટાચાર નો પણ જન્મ થશે. અને જેની પરિસ્થિતિ નાજુક હોય એનુ શું?.........
જેમ પૈસા ખવડાવી કામ કરવુ એ ભ્રસ્ટાચાર છે તો ઓળખાન કરાવી કામ કરાવુ એ #સગાવાદ છે. અને સગાવાદ ભ્રસ્ટાચાર બરાબર જ છે વરી સગાવાદને જન્મ આપનાર કોણ?....
તમે, હું કે પછી આપણે બધા જ, વિચારો?
અને આપણી આજુ બાજુ રહેતા ગરીબ માણસ નુ કોણ?
#સગાવાદ