પ્રેમમાં પણ બેકારી લાગે છે..
પ્રેમ કરવામાં પાવરધા હોય એમને નિભાવવામાં લાચારી લાગે છે.
લોકડાઉન પછી તો પ્રેમના બઝારમાં પણ ભારે બેકારી લાગે છે.!
એ આવશે, તમને મળશે અને હેતથી એમના ગળે પણ લગાવશે.
પીઠમાં ખંજર પણ ઉતારશે, દગાની વર્ષો જૂની બીમારી લાગે છે.!
નદીકિનારે બેસીને કર્યા હતા સાત જન્મ નિભાવવાના વાયદા.
પૂરા કરવાની તસ્દી જ ના લીધી, વાયદા એના સરકારી લાગે છે.!
લાખોની લાગણીઓ નિલામ કરી દીધી સાવ મફતના ભાવમાં.
આજે જાણ્યું કે પ્રેમમાં લાગણીઓની પણ રવિવારી લાગે છે.!
હતી એક રાત જ્યારે મેં ચાંદ કહીને એને ખૂબ વખાણી હતી.
એ સાચેમાં ચાંદ સમજી બેઠી પોતાને, એ રાત ગોઝારી લાગે છે.!
તમે કહેશો કે ભૂલી જા એને, ભૂલવામાં સાચી મજા છે દોસ્ત.
ભૂલી જ ગયો છું, આમ છતાં સૌને સમજાવવું મગજમારી લાગે છે.!
રાવણ અને દુર્યોધન જેવાનાં તો હવે જમાના આવી ગયા છે 'શિવાય'
રામ જેવો પ્રેમી મળવો, આજકાલ તો સૌને જવાબદારી લાગે છે.!
-જતીન પટેલ (શિવાય)