Dt. 18.8.20. મંગળવાર.
*આજ નો મંત્ર * V:વ્યહવાર ચોખ્ખો અને સારો રાખો.
આપણે માત્ર નાણાકીય લેવડ - દેવડ ને વ્યહવાર સમજી એ છે. ના દોસ્તો - તેનાથી વિશેષ કૌટુંબિક, અડોશ - પડોશ, મિત્રતા, માલિક - કર્મચારી, પ્રોફેશનલ કે ધંધાકીય સબંધો ને મજબુત અને સફળ બનાવા માટે 1.આત્મીયતા 2 પ્રેમ ના વાવેતર થી વ્યહવાર કરવો પડે છે.
"પહેલો સગો પાડોસી "
એક સમયે પાડોશી જોડે વાટકી વ્યહવાર ના સબંધો રહેતાતા, તેના કારણે આડોશ - પાડોશ માં કૌટુંબિક અને આત્મીયતા ના સબંધ બની જતા તા. વિપરીત પરિસ્થિતિ માં, જો વ્યહવાર સારો હોય તો તેજ મદદ માટે પ્રથમ આવી ને ઉભા રહે છે.
કોઈ સ્વજન ના ત્યાં પ્રસંગ હોય અને તેની નબળી પરિસ્થિતિ હોય તો તેનુ સ્વમાન જળવાય તે રીતે અંગત મદદ જઈ ને કરવી જોઈ એ. કારણકે પ્રસંગોપાત કરવા માં આવતા વ્યહવાર ઉછીના હોય છે. અમર્યાદિત કરેલા વ્યહવાર, પરિસ્થિતિ ને આધીન સામેની વ્યક્તિ ને મુશ્કેલી માં - દ્વિધા માં મૂકે છે. માટે પ્રસંગોપાત ભેટ - સોગાદો ના વ્યહવાર મર્યાદા માં કરવા જોઈએ.
"લિયા ઉસકા દિયા, તો ફીર નફા કયા કિયા "
એમ સમજી નાણાંકીય વ્યહવાર કરવા વાળા નો લાંબા સમયે પ્રતિષ્ઠા માં ઘટાડો થાય છે. સમાજ માં માન મર્યાદા રહેતી નથી. તેની અસર તેમના બાળકો ઉપર થાય છે. માટે નાણાંકીય વ્યહવાર માં સ્પષ્ટ અને ચોખ્ખા રહેવુ જોઈએ.
"એકલા આવ્યા, એકલા જવાના " જો વ્યહવાર સારા કર્યા હશે તો લોકો ના દિલ માં રાજ કરી ને જવાના.
*Integriti is the most valuable and respected quality of leadership...Always keep your word*
*You becomes what you consistently practice so consistently practice what you want to become *
જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏