ચક્ર ના વિવિધ પ્રકાર....અહિર્બુધ્ન્ય સંહિતા પ્રમાણે.
૧ આકો : મહારાત્રિધર ચક્ર
૨ આકા : સંધ્યા ચક્ર
૩ આકા : સુર્યોદય ચક્ર
૪ આકા : આધિપત્ય ચક્ર
૫ આકા : શક્તિ ચક્ર
૬ આકા : ઋતુ ચક્ર
૧૨ આકા : સુદર્શન ચક્ર (બાર અવતાર)
બીજા શાસ્ત્રો મુજબ સુદર્શન ચક્ર ને વધારે આકા હતા જે ઉપર તથા નીચે ની બાજુ સમાંતર બનાવેલ હતા, જેમાં ઉપરનું તથા નીચેનું ચક્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરતા હતા. સુદર્શન ચક્ર શિવથી કુષ્ણ ને મળેલ હતું જેનો ઉપયોગ તેમણે માત્ર ત્રણ વખત કર્યો હતો. સુદર્શન ચક્ર મનના વિચારો થી જ ચલાયમાન થતું હતું.
સુદર્શન ચક્ર ની અંત્યત નાની અને તકલાદી સરખામણી આજની બૂમરેંગ સાથે થય શકે છે.
ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો સુદર્શન ચક્ર થી ઘવાયેલ વ્યક્તિ મૃત્યુ સમયે પરમ પરમાત્માનું રુપ નિહાળી ને મોક્ષ ને પામતો હતો.