સેવા એ...
બે મોઢાનાં માણસ જેવી સંજ્ઞા છે.
એટલેજ સ્વાર્થની વાસ અને પરમાર્થની સુગંધ સાથે એનો કાયમી પનારો !
સેવા આમ તો વિના મૂલ્યે કરવામાં આવે છતાં તેમાં ' ભાવ ' રહેલો છે. દાનત સારી હશે તો એ ' સેવાભાવ ', નહીં તો પછી સેવા ' ભાવ 'માં ખપી જશે.
પરંતુ...
માણસ કોની સેવા મેળવે, કોને સેવા આપે અને કોની સેવા કરે;
એ તેની વ્યક્તિગત, સામાજિક અને આર્થિક મહત્વાકાંક્ષાનું
આંકલન કરી સંપૂર્ણ ચિતાર આપી દેતી હોય છે.
સેવા સ્વભાવે સમાજીક ! પણ વર્તમાન સમયમાં તેનાં મૂળિયાં
મૂડીવાદના ખાતરનું પોષણ મેળવતાં થયાં છે !
- પંકિલ દેસાઈ