વારસો
વારસો એક
ઈતીહાશ છે
કોઇપણ વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન કંઈ એવું ખાસ કાર્ય કર્યું હોય
જે બહુ ઓછા લોકો કરી શકતા હોય
પછી તે પોતાના માટે, પરીવાર માટે, સમાજ માટે હોય કે દેશ માટે
શારીરિક રીતે, બૌદ્ધિક રીતે કે પછી આર્થીક રીતે નીષ્વાર્થ ભાવે કોઈ મોટુ યોગદાન આપ્યું હોય
તો એ એનાં જીવનનો એક યાદગાર વારસો બની અનંતકાળ સુધી દુનિયા એ વ્યક્તીને તેનાં નામથી યાદ રાખતી હોય છે.
માટે નામ ખૂબ જરૂરી છે.
યુગો-યુગોથી એટલેજ નામની પ્રથા છે.
બાકી કોઈને પૂછીએ કે
આ મહાન કામ કોણે કર્યું ?
અને જવાબ મળે કે
એક વ્યક્તિએ
તો અધૂરું લાગે.
માટે
પ્રભુએ મનુષ્યને નામ આપ્યું છે તો એ નામને ઉજાગર કરવા, સારામાંસારુ કાર્ય કરતા રહીએ અને તેની સુવાસ આપણાં નામ સાથે જોડતા રહીએ.