કૃષ્ણ
કૃષ્ણને સમજવા કૃષ્ણ નું કતૃત્વ સમજવું પડે
યુગે યુગે ધર્મ સંસ્થાપનનું હાર્દ સમજવું પડે
માત્ર નરો વા કુંજરો વા સમજી ટીકા ના કરાય સ્વાર્થ ખાતર મીંચેલી આંખોએ છેલ્લે રડવું પડે
સાથળ પરના ઇશારાની વાતો બધા બહુ કરે
દુર્યોધને આચરેલા કર્મોનું આકલન કરવું પડે
નિ:શસ્ત્ર કર્ણ પર પ્રહાર યુદ્ધનીતિની વિરુદ્ધ હશે
દુ:સંગનું પરિણામ સહુએ અંતે તો ભોગવવું પડે
કૃષ્ણ એટલે માણસની જેમ જીવી ગયેલો ઈશ્વર
એની લીલા સમજવા માણસે માણસ બનવું પડે