Gujarati Quote in Thought by Tr Mrs Snehal Rajan Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈના પર દયા કરો તો પોતાના સિવાય કોઈને પણ આ વાતની ખબર ન પડવી જોઈએ. જેનાં પર તમે દયા કરી છે એ ક્યાંક શરમમાં ન મૂકાઈ જાય.
પરંતુ આજ કાલ તો આ ફેશન બની ગઈ છે. કોઈને દયા કરવાનાં પણ ફોટા પાડી એને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવે છે. મારા મતે આ દયા નહીં દેખાડો છે. આનાથી માત્ર ચાપલુસી કરવાવાળા જ તમારા વખાણ કરશે બાકીના તો એમ જ કહેશે કે હોશિયારી મારે છે.
આવું કરવાથી હકીકતમાં તો આપણે એ વ્યક્તિને મદદ નથી કરતા, પણ મદદ કરીને એને શરમજનક સ્થિતિમાં મુકી દઈએ છીએ. એ વ્યક્તિ જેને જણાવવા ન માંગતી હોય કે મારે કોઈની મદદ લેવી પડી એવા લોકોને પણ ખબર પડી જાય છે અને એ વધારે દયાપાત્ર બની જાય છે. એને એ જ સમજ નથી પડતી કે આવી રીતે કોઈની દયા લેવા પાછળ એની શી મજબૂરી હતી.
#દયા

Gujarati Thought by Tr Mrs Snehal Rajan Jani : 111538057
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now