Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt. 11.8.20 મંગળવાર
*આજ નો મંત્ર *
"સવારે વહેલા ઉઠો "
Sorry 🙏 મિત્રો અઘરી વાત કરી. નહી? એક વાત યાદ રાખજો. રાત્રી ની ત્રુટક ત્રુટક 10કલાક ની નિંદ્રા કરતા 6કલાક ની ગાઢ નિંદ્રા મન ને પ્રફુલ્લીત અને શરીર ને સ્ફૂર્તિ વાળુ બનાવે છે. રોજીંદા કાર્ય ને 21દિવસ કરવા માં આવે તો તે ટેવ બની જાય છે.
આપણા શરીર માં Body clock છે. તે સમયાંતરે ઉઠવુ, ભૂખ લાગવી, ઊંઘ આવવી વિગેરે ક્રિયા કરાવે છે. આપ રાત્રે સૂતી વખતે નક્કી કરશો કે મારે સવારે સૂર્યોદય પહેલા આટલા વાગે ઉઠવુ છે, તો તે સમયે તમારી આંખ ખુલીજ જશે. આ મારો પોતાનો અનુભવ છે.
પ્રશ્ન થાય કે સવારે વહેલા કેમ ઉઠવાનું?સૂર્યોદય પહેલા ચારે તરફ નીરવ શાંતિ હોય છે. પંખીઓ નો મીઠો કલરવ, આહલાદક વાતાવરણ આપણા માનસિક તણાવ માં ઘટાડો કરે છે અને જીવન ની ગુણવત્તા માં સુધારો કરે છે. માટેજ દુનિયા ના પ્રભાવશાળી વ્યક્તિ, એકઝીક્યુટીવ, સફળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિ માં સવારે વહેલા ઉઠવાની Common આદત જોવા મળે છે.
સવારે વહેલા ઉઠવાથી પોતાના સ્વાસ્થ્ય માટે યોગ - વ્યાયામ - પ્રાણાયામ -ધ્યાન - કસરત કરવા સમય ફાળવી શકાય છે. દિવસ દરમિયાન પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી શકાય છે. બીજા કરતા વિશેષ અને એડવાન્સ માં, વધુ સારી રીતે કાર્ય કરવા ના વિચાર માટે સમય ફાળવી શકાય છે.
ચોક્કસ આ નાની ટેવ પાડતા શરૂવાત માં માનસિક તાણ,બેચેની લાગશે પાછળ થી તે ખુબજ સારા પરિણામ આપશે.

Early to bed...early to rise,Makes a man healthy, wealthy and wise.
- Benjamin Franklin

જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.

🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏

Gujarati Thought by Kalpesh Trivedi : 111537754
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now