Gujarati Quote in Funny by Pankil Desai

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉલાળિયું...ઉપવાસ અને વરસાદનું !

ઉપવાસની બાબતમાં હું કાચો પડું ખરો, પણ આજે અચાનક શું ચાનક ચઢી કે
લગે હાથોં મેં પણ ઉપવાસ કરવાનો ભગીરથ સંકલ્પ કર્યો.

અધૂરામાં પૂરું, મને ને ઉપવાસને પાછું બાપે માર્યા વેર !

જઠરાગ્નિની જ્વાળા એટલી પ્રદિપ્ત રહેવા લાગી કે,
આ વરસાદ પણ ઉપવાસ પર ઊતરી ગયો હોય તેમ લાગ્યું, બોલો !

વરસાદે અને એનાં લીધે મારી મજા, બંનેએ પોતપોતાની માઝા ન મૂકી.
સાલું બંનેવ જણ શું માઝા પીવા બેઠેલાં કે કોઈએ પણ એમની ન મૂકી!....માઝા.

લાગલગાટ બે-ત્રણ દિવસ પડ્યા પછી, આજે છેક મોડી સાંજ થઈ છતાં કોઈ પત્તો નહીં સાહેબનો. તરલનિદ્રામાંથી (શિયાળામાં શીતનિદ્રા હોય તો મને એમ કે ચોમાસામાં...)સફાળા જાગીને ભાઈએ આજની યાત્રા આરંભી તો લાગ્યું જાણે નકોરડો ઉપવાસ તોડી નાખ્યો.

સહેજવારમાં આ પલટીબાજ હસ્યો એટલે ખબર પડી,
આજે નકોરડા ઉપવાસનાં બદલે એકટાણું જ ગામ ગજવશે.

ઈનશોર્ટ ! ઉપવાસનું ઉલાળિયું કરવામાં,
હું અને વરસાદ બંને, "હાલ ભેરુ હરખા આપણે બેઉ સરખા !"

- પંકિલ દેસાઈ

Gujarati Funny by Pankil Desai : 111536881
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now