ભજો શિવશંકરને સર્વ સંકટોને વિદારવા.
ભજો શિવશંકરને લખચોરાસીને ટાળવા.
છે એ ભાવભૂખ્યા, ભક્તવત્સલને ભોળા,
ભજો શિવશંકરને પાતક સઘળાં બાળવા.
છે એ અંતરયામી, આશુતોષ,અનંગજીત,
ભજો શિવશંકરને ભક્તિને ઉરે દ્રઢ કરવા.
છે એ રામપ્રેમી, રીઝનારા, રાખચોળી રહે,
ભજો શિવશંકરને કૃપા રઘુનાથની પામવા.
છે એ સત્યનિષ્ઠ, સદાશિવ, સર્વને સત્કારે,
ભજો શિવશંકરને દિલની મલિનતા હરવા.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.