પિંજરે થી પંખી ઉડી જાય
___________________
જીંદગી આખી વલોવી ત્યારે નવનીત તરતો થાય,
તબેલા માં મચ્છર સાથે રમી નાને થી મોટો થાય.
માં બાપ ચિંતા કરે,' નવનીત ' નામે પંતગીયું પિંજરે કેમ પુરાય?,
મધુર 'મધુ ' કન્યા સાથે, હસ્ત થી હસ્ત પરોવી કરી દીધી સગાઈ.
પિંજરે હસતું રમતું પંખીડું આમ અચાનક આજે ઉડી જાય,
હ્રુદય મન અમારૂ રોયા કરે, લોચનીયા કેમ કરી ને લૂછાય.
ભાઈ દિનેશ, અતુલ સાથે ખભે ખભ્ભા ચાલ્યા અને આખરે છોડી જાય,
રાજ,જશ,મોક્ષ,આયુષ ને છોડી દાદા અનંત યાત્રા એ જાય.
પારકી થાપણ ' કાજલ ' દીકરી અને હ્રુદય માં રહેતો જમાઇ,
સંદીપ - બ્રિજેશ ની કાઠી છતાં એકલા એકલા ચાલી જાય.
બોરસદ છબીલભાઈ ની માયા ઘણી,ઘણું કહેવા છતાં નાં રોકાય,
મુંબઈ માં મનુભાઈ નો સંગાથ નાં છોડી શકાય.
સ્વર્ગ માં પણ આપશે જમાઇ ને આવકાર,
શાંતિ થી સાથે બેસી શકાય,
'જયવંત ' શ્રદ્ધાંજલિ આપે, ઉડતા પંખી ને કેમ રોકી શકાય?.
____________________________
નોંધ: નવનીત નો અર્થ માખણ,ગોરસ
____________________________