સંકટ એટલે નુકસાન પહેલાં આવતી સ્થિતિ... કારણ કે આપણ ને ખબર હોય છે કે શું નુકસાન થવાનું છે.
પણ આવતું નુકસાન ક્યારેક ખુદની અતિ કલ્પના થી પણ રચાય છે જેનું કારણ બીજા નો અનુભવ પણ હોય શકે છે માટે આપણે સંકટ ને નાથવા ને બદલે ટાળવામાં માનીયે છીયે. ખરેખર સંકટ આપણને ઉદ્ભવતા નુકસાન માટે સજ્જ કરે છે.મહત્વ નું પરિબળ છે ડર...જે કુદરત ની ભેંટ છે એ આપણને તૈયાર કરે છે લડવા માટે પણ કલ્પના જો એમાં ભળી જાય ત્યારે જ આપણને સંકટ અનુભવાય છે. પ્રાણીઓ માં ડર હોય છે માટે જ એ આત્મરક્ષા માટે હુમલા કરે છે પણ સંકટ સાથે એને કંઈ લેવાદેવા નથી.
#સંકટ