મિત્રતા એક એવો સંબંધ છે જેમાં કોઈ પણ જાતની ઔપચારિકતા હોતી નથી. દુનિયાના તમામ સંબંધો તમને વારસામાં મળે છે. મમ્મી પાપા, ભાઈ, કાકા, મામા તમે પસંદ કરી શકતા નથી. મિત્ર એ દુનિયાનો એક માત્ર એવો સંબંધ છે કે જે તમે તમારી મરજીથી પસંદ કરો છો અને તમારી મરજી મુજબ રાખો છો. મિત્ર બોલતા જ કેટલા ચહેરા નજર સામે આવી જાય છે. જિંદગીમાં મિત્ર એક એવી વ્યક્તિ છે કે જેની સાથેના સબંધ ની કોઇ વ્યાખ્યા ન હોવા છતાં તે દિલની એકદમ નજીકનો સંબંધ છે. મિત્ર એટલે કે આપણી ખુશીમાં આપણી ગાળો ખાઈને પણ આપણી સાથે રહેતો વ્યક્તિ. મિત્રની ગાળો માં જે મીઠાસ છે તે બીજે ક્યાંય નથી. મિત્ર સારું કરે તો થેન્ક્યુ કહેવાની જરૂર નથી પડતી પણ ખરાબ કરે તો ગાળો આપવાની છૂટ હોય છે. સોરી અને થેંક્યું જેવા કોઈ શબ્દો જેની ડિક્ષનેરીમાં આવતા જ નથી એવો સંબંધ એટલે દોસ્તી. જેને ગાળ આપીને હકથી માંગી શકો એવો સંબંધ એટલે મિત્રતા.
જો કે મિત્રતાના દિવસો હોતા નથી તેના દાયકા અને સૈકા હોય છે છતાં આજે ફ્રેન્ડશીપ ડે નિમિતે મારા તમામ મિત્રોને શુભેચ્છા.
સાલાઓ જ્યાં હોય ત્યાં મને યાદ રાખજો.
હિરેન ભટ્ટ