*પ્રભુ પાસે બેસ*,
ના, જરૂરી નથી કે મંદિરમાં,
ઘરના જ કોઈ ખૂણે,
સોફા પર,
જગ્યા કોઈ પણ હોય,
પણ ત્યાં થોડી શાંતિ હોય.
ભગવાન સાથે તાદાત્મ્ય કેળવવાની અનુકૂળતા હોય.
બસ તે જ તારા માટે મંદિર.
*પ્રભુ પાસે બેસ*,
જેમ એક દીકરો પોતાની માં પાસે બેસે.
કોઈ માંગણી નહિ,
ફરિયાદ નહિ,
વાયદાઓ નહિ,
ઈચ્છાઓ નહિ,
અપેક્ષાઓ નહિ.
*પ્રભુ પાસે બેસ*.
તેને પૂછ.
તમે ખુશ છો,
મારુ જીવન જોઈને ?
શું હું તમને ગમે તેવું જીવન જીવું છું ?
હોંશિયાર નહિ,
સહજ બનો.
ચતુર નહિ,
સરળ બનો.
*પ્રભુ પાસે બેસ*.
દિલ ખોલીને બેસ.
પોતાના દુર્ગુણો સમાજ પાસે ભલે છુપાવ,
પણ ભગવાન પાસે ના છુપાવ.
જેવો છે તેવો જ બનીને બેસ.
*પ્રભુ પાસે બેસ*.
રોવું આવે તો રડી લે.
હસવું આવે તો હસી લે.
કંઈ ન સમજાય તો ચૂપ-ચાપ, છાનો-છપનો બેસ,
પણ એકવાર ભગવાન પાસે બેસ.
આપણે મંદિરે જઈને,
તીર્થસ્થળે જઈને
પણ ક્યાં ભગવાન પાસે
બેસીએ છીએ ?
આપણે મંદિર અને તીર્થસ્થળે પણ
પતિ, પત્ની, ભાઈ, કાકા, કાકી,
ફુઈ, માસા કે મિત્ર પાસે જ
બેસીએ છીએ.
બહુ થયું હવે કોઈ નહિ,
*હવે બસ, પ્રભુ પાસે બેસ.*
ખુબ દોડ્યા,
હવે જરા અમથું થોભીએ.
ખુબ જોયું બહાર હવે
થોડું *ભીતર* ડોકિયું કરીએ.
જેને ચાર ધામોમાં શોધ્યો,
*તે તારી ભીતર,*
તારી સાથે,
*તારામાં જ છે.*
તું જ તારું મંદિર ને
તું જ તારો ભગવાન.
*હવે થોડો સમય તું તારી સાથે બેસ,*
*પ્રભુ પાસે બેસ !*
😇🙏