#ખુશ
ખુશ હોવાનુ સરનામું મારા હદયમાં કયાંક છપાયુ છે.
આતમ જનોના હાસ્યમાં એ કયાંક જઇને સંતાયુ છે.
ઘરની દિવાલોના રંગમાં એ જઇને રંગાયુ છે.
વાસણનાં ખણખણાટ માં એ જઇને કયાંક રણકાયું છે.
કોરા કાગળની પંકિતઓ માં એ કયાંક છપાયું છે.
રસોઇની સોડમમાં એ કયાંક મહેકાયું છે.
આસુંની ધારમાં એ કયાંક રેલાયું છે.
મારી ભકિતમાં જઇને કયાંક ખૂબ જ વણાયું છે.
મારા પે્મના અણુએ અણુમાં સમાયું છે.
હા, ત્યાં જ મારા ખુશ હોવાનું સરનામું છપાયું છે.