રાત દિવસ તારા જ નામનું સ્મરણ
પ્રેમ સિવાય બીજું શું હોય કારણ?
આ દર્દ એવું જેનું નથી કોઈ મારણ
જગ આખાનાં હકીમોનું આ તારણ
હવે જગતમાં નથી રહ્યું પ્રેમનું ચલણ
તેથી સમજે ના કોઈ મારું આ વલણ
ગુસ્સો આવી જાય ખુદ પર અકારણ
પછી વિચારું, એનાં મૌનને હશે કારણ
બેઠી “પ્રકૃતિ” કાળજું રાખીને કઠણ
સમજાઈ એને દુનિયાદારીની સમજણ
પ્રકૃતિ...Ek Ghazal