Gujarati Quote in Microfiction by mansvi nayak

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" મૌન " કે " સમર્પણ "
આજે મિતાલીબેન નુ હ્રદય વિચારવા માટે મજબૂર બન્યું.લગ્ન પછી બે દિવસે દિકરી હિનલનો ફોન આવ્યો હતો .આમ તો દિકરી ખુશ જણાતી હતી પણ એની એક વાતે મિતાલીબેન ને હચમચાવી દીધા.હિનલે આટલા વર્ષો થી સંઘરેલો ભાર આજે હળવો કર્યો હતો.એ કહેતી હતી કે - માં નાની ઉંમરે તને પરણાવી તું કાંઈ ન બોલી, તારું ભણતર અધૂરું રહ્યું તું કાંઈ ન બોલી , સારા ભણતર માટે નાની ઉંમરે અમને તારાથી અળગા કર્યા તું કાંઈ ન બોલી , જે ઉંમરે તારું વ્હાલ જોઈતું હતું તેનાથી અમે વંચિત રહ્યાં તું કાંઈ ન બોલી ,અમારી જન્મદાત્રી તરીકે અમારા ભવિષ્યના નિર્ણય થી તને દૂર રાખી તું કાંઈ ન બોલી ......હવે તારી સાથે મન ભરીને રહેવાનો વારો આવ્યો ત્યાં મને પરણાવવાની વાત આવી તું કાંઈ ન બોલી...... જીવન માં ડગલે ને પગલે પોતાના મંતવ્યો ને મન માં ધરબીને જીવવું એ તારું " મૌન " કે " સમર્પણ " હતું એ જ એક પ્રશ્ન છે.અને મિતાલી બેન શૂન્યમનસ્ક થઇ વિચારતા રહી ગયા.

- મનસ્વી નાયક ( મન )

Gujarati Microfiction by mansvi nayak : 111522655
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now