કાચું ઇંગલિશ
પહેલી વાર જ્યારે એની પ્રોફાઈલ જોઈ હતી તો એમાં એંજલ ના બદલે એંગલ લખ્યું તું ત્યારે એમ લાગ્યું કે કદાચ ભૂલ થી લખાય ગયું હોય.પછી આગળ ધીમે ધીમે વાતો ચાલુ થવા લાગી એક બીજા ની એક રોજ ની વાતો જેમાં સવાર થી સાંજ શું કર્યું ને શું જમ્યા બસ .બીજા કપલ ની જેમજ એક બીજાને સવાર સાંજ યાદ કરાવવા રેવાનું સૂઈ જવાનું અને ઉઠી જવાનું...પણ આ બધું અમુક દિવસો માં ઓછું થવા લાગ્યું .લાંબા લેખો ના જવાબ માં બસ હમમ...ઓકે...એવા જવાબો મળવા લાગ્યા .આઈ લવ યૂ ના સામે ટુ નહી પણ હવે બસ ઓકે જ થવા લાગયૂ ત્યારે ફરી એકવાર વિચાર આવ્યો કે આને ઇંગલિશ તો આવડે છે ને આઈ લવ યૂ ના બદલે ઓકે કેમ બોલે છે .ચાલો ફરી જતું કર્યું પણ અમુક સમય મોટા સપના દેખાડ્યા બાદ અંતે એકવાર એનીયે કહયું હવે હું વાત નય કરી શકું બાઈ....!
ત્યારે ફાઈનલ સમજાય ગયું કે આનું ઇંગલિશ પણ આની જેમ કાચું છે એના માટે ફોરેવર એટલે બસ થોડા દિવસ જ થાય છે ....
- પ્રદીપ ગજ્જર.