#સાજા -થાઓ
હજી તો ભાર્ગવકાકા હસતાં બોલતા હતા. જો કે એમને ઘણી બધી બિમારીએ એક સાથે ઉથલો માર્યો હતો. રીપોર્ટ પણ બહુ સારા ન હતા. પણ ડોક્ટરે આશા છોડી ન હોતી. જો કે હોસ્પિટલ નું બીલ દિવસે અને દિવસે વધતુ જતું હતું. આથી મોટા દિકરાએ કહી દીધું કે જો ખરેખર જ પપ્પાને સારુ ન થવાનું હોય તો ઘરે જઈને જ સેવા ચાકરી કરીએ હોસ્પિટલમાં રૂપિયા બગાડવાનો કોઈ અર્થ નથી. ભાર્ગવકાકા પાસે કેટલા બધા રૂપિયા હતા ? ભાર્ગવકાકા ના રૂપિયા એમના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરવાના હતા પણ મોટા દિકરાને જોર આવતું હતું.