કેવી મજા પડે...!
મારા હાસ્ય ને તું સ્ટેચ્યુ કહે...
મારા આંસુ ને કહે ગેટ લોસ્ટ...
બોલતી હઉ એ પળ રિવાઈન્ડ કરે ને...
મૌન કરે ફોરવર્ડ...
ખુશી ઓ મારી સ્ટાર્ટ કરે ને દુઃખો ને કરે સ્ટોપ...
કેવી મજા પડે...!
તારા હાથ માં હોય મારો હાથ...
ને આંખો મારા માં સ્થિર કરે....
સાંભળી ને સઘળું સૌ...
મન મારું ક્લીયર કરે....
ખોવાયેલી એ "હિર" ને શોધવામાં....
તું પણ થોડી હેલ્પ કરે...
કેવી મજા પડે.....!
પળ થાય એ રિવાઈન્ડ ને ફ્યુચર ફરી બેસ્ટ બને....
હોય તારો સાથ તો કેવી મજા પડે???